મહીસાગર જિલ્લામાં પોતાના બુથ પોયડા ફળિયાથી મતદાતા ચેતના અભિયાનનો શુભારંભ કરાવતા પંચમહાલ સાંસદ.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
મહીસાગર જિલ્લામાં પોતાના બુથ પોયડા ફળિયાથી મતદાતા ચેતના અભિયાનનો શુભારંભ કરાવતા પંચમહાલ સાંસદ
રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે મહીસાગર જિલ્લામાં સાંસદ રતનસિંહ રાઠોડે પોતાના બુથ પોયડા ફળિયા ખાતેથી શુભારંભ કરાવ્યો છે.
ભાજપના કાર્યકર્તાઓ ઘરે- ઘરે જઈ મતદાતાઓનો સંપર્ક કરી ખૂટતી જરૂરી કાર્યવાહી કરશે અને નવા મતદાતાઓનો સંપર્ક કરી નોંધણી કરવાની પ્રક્રિયા હાથ ધરશે. મતદાર યાદીમાં સુધારણા થાય અને નવા મતદારો ઉમેરાય તે માટે સૌને સહભાગી થવા અપીલ કરી હતી. સાંસદ રતનસિંહ રાઠોડે 11 નવા મતદારોની નોંધણી કરી હતી અને તેમની સાથે સંવાદ કર્યો હતો અને તેમણે મતદાતા ચેતના અભિયાનની વાનને પ્રસ્થાન કરાવ્યું હતું. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પુરા દેશમાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે હું મારા મતદાન મથકે લકડીપોયડા-3,256 બુથ ઉપર હું પોતે નવા મતદારો અને નવા મતદાતાઓને ફોર્મ ભરવા માટે નવા મતદાતાઓને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા નવી નોંધણી થાય તે માટે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. લગભગ 11 નવા મતદાતાઓની નોંધણી આજે કરવામાં આવી રહી છે, 6 જેટલા મતદાતાઓ જે અવસાન પામેલા એના નામો પણ કમી કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, લોકસભાની ગુજરાત રાજ્યની તમામ 26 સીટો કેવી રીતે 5 લાખ વોટ કરતાં વધુ મતના માર્જીનથી જીતી શકાય એના લક્ષ સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.