ઝાલોદ પોલીસ દ્વારા નગરમાં ફૂટ પેટ્રોલીંગ કરી વિવિધ વિસ્તારોમાં આગામી ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈ મીટિંગનું આયોજન કરાયુ
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ પોલીસ દ્વારા નગરમાં ફૂટ પેટ્રોલીંગ કરી વિવિધ વિસ્તારોમાં આગામી ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈ મીટિંગનું આયોજન કરાયું
હિન્દુ મુસ્લિમ વિસ્તારોમાં મીટિંગ કરી ભાઈચારો જાળવી એકતા બનાવી રાખવા પી.એસ.આઇ રાઠવા દ્વારા અપીલ કરાઈ
ઝાલોદ પોલિસ દ્વારા જિલ્લા પોલિસ અધિકારીની સૂચના મુજબ આગામી ગણેશ ઉત્સવ નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ નગરમાં શાંતિનો માહોલ બની રહે તેવા આશય થી નગરના પી.એસ.આઇ રાઠવા દ્વારા નગરમાં વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરતા અલગ અલગ વિસ્તારોમાં હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાયના લોકો સાથે એક મહોલ્લા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરના કોળીવાડા વિસ્તારમાં પોલિસ દ્વારા મહોલ્લા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુસ્લિમ સમુદાયના લોકો મોટા પ્રમાણમાં જોડાયા હતા તેમાં પણ.એસ.આઇ રાઠવા દ્વારા આગામી ગણેશ ઉત્સવનો તહેવારને લઈ કોઈ તંગદિલી ન સર્જાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી તેમજ મુસ્લિમ સમુદાય દ્વારા તહેવારોમાં પોલિસને દરેક રીતે સહયોગ આપવાની ખાત્રી આપેલ હતી.
ત્યાર બાદ મીઠાચોક વિસ્તારમાં હિન્દુ સમુદાયની પણ એક મહોલ્લા મીટિંગ યોજવામાં આવેલ હતી તેમજ ત્યાં પણ સહુ લોકોએ તંત્રને સંપૂર્ણ સહકાર આપી તહેવારોની ઉજવણી કરવા બાંહેધરી આપી હતી. હિન્દુ સમાજ દ્વારા આગામી તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ કે તંગદિલી ન સર્જાય તે માટે એક કાયમી પોલિસ ચોકી ખોલવા માંગ કરવામાં આવી હતી. તેમજ પોલિસ પ્રસાસન દ્વારા દરેક ગણેશ મંડળના આગમન થાય ત્યારે પૂરતો પોલિસ બંદોબસ્ત તેમજ દરેક ગણેશ મંડળ પર પણ બંદોબસ્ત મુકવા માંગણી કરવામાં આવી હતી. તેમજ છેલ્લે હિન્દુ સમાજના સહુ આગેવાનો દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણીમાં તંત્રને પૂરતો સહયોગ આપવાની ખાત્રી આપેલ હતી.