કપડવંજમાં દહેજની માંગણી કરી ત્રાસ ગુજારતા પરિણીતાએ પોલીસમાં ફરીયાદ.
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજમાં દહેજની માંગણી કરી ત્રાસ ગુજારતા પરિણીતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી
કપડવંજની પરિણીતા પાસે દહેજના ભૂખ્યા સાસરીયાઓએ દહેજ પેટે ૫૦ હજરાની માગણી કરી જે પીડીતા દ્વારા રૂપિયા ન આપતાં પતિએ ત્રણ વાર તલ્લાક બોલી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ બનાવ મામલે પીડીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને બે નણંદો સામે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કપડવંજ ખાતે રહેતી લઘુમતી સમાજની ૨૮ વર્ષિય યુવતીના લગ્ન વર્ષ ૨૦૨૧મા મહેમદાવાદ ખાતે રહેતા યુવાન સાથે મુસ્લિમ રીવાજ મુજબ થયા હતા. શરૂઆતમાં સાસરીયાઓ સારી રીતે રાખતાં હતા. જેના કારણે તેણીએ એક સંતાનને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બે નણંદની ચઢામણીથી પતિ અને તેના સાસરીયાના લોકો તેણીને દહેજ લાવવા દબાણ કરતા હતા. તારા પિતાના ત્યાંથી કોઈ દહેજ લાવી નથી અને તેમ કહી રૂપિયા ૫૦ હજારની માંગણી સાસરીયાઓએ કરી હતી.જોકે આ માગણી પરિણીતાએ ન સંતોષાતા સાસરીયાના લોકો પરિણીતા પર ત્રાસ ગુજારતા હતા. પરિણીતાના પિયર સાથે પણ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં આક્રોશમાં આવેલા પતિએ ત્રણ વાર તલ્લાક તલ્લાક તલ્લાક એમ બોલી ઘરેથી ચાલી ગયો હતો. આ મામલે પરિણીતાએ પિયરમાં આવી કપડવંજ ટાઉન પોલીસમાં પોતાના પતિ, સાસુ, સસર અને બે નણંદો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

