કારના બોનેટ પર કેક કાપી બર્થડેની ઉજવણી કરતા ચાર લોકો પર પોલીસ ફરિયાદ.

નરેશ ગનવાણી નડિયાદ

કારના બોનેટ પર કેક કાપી બર્થડેની ઉજવણી કરતા ચાર લોકો પર પોલીસે કાર્યવાહી કરી

ખેડા જિલ્લાના વડતાલમાં  કેટલાક યુવાનોએ જાહેર રસ્તા પર હાથમાં છરા લઈને જોખમી રીતે બર્થડેની ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં  વાઈરલ થતા પોલીસે બર્થડે બોય સહિત ચાર યુવકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો હતો. તેમાં બર્થડે બોય કાર પર બેસી ત્રણેક કેક કાપી રહ્યો છે. જ્યારે તેની પાછળ કાર પર તેના ત્રણ મિત્રો ઉભા જોવા મળી રહ્યા છે. હાથમાં છરા લઈને મોજ કરતા જોવા મળી રહ્યા છે.  સામે પણ પણ કેટલાક યુવકો સ્પ્રે કરી વીડિયો બનાવી રહ્યા છે. ૨૭ ઓગસ્ટના રોજ કરવામાં આવેલી બર્થડેની  ઉજવણીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયો હતો. જેમાં જાહેર રસ્તા પર હાથમાં છરા લઈ જોખમી રીતે કરવામાં આવી રહેલી બર્થડેની ઉજવણીનો આ વીડિયો વાઈરલ થતા નડિયાદ ડિવીઝનના વી.આર. બાજપાઈની સુચના મુજબ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ થયેલા વીડીયો અનુસંધાને જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે મુજબ ચકલાસી પો.સ્ટેશનના પી.કે.પરમાર, સી.પો.સબ.ઇન્સનાઓએ વાઈરલ થયેલ વીડિયોની તપાસ કરતાં  આ વીડિયો વડતાલ ખાતેનો હોય વીડિયોમાં રહેલ માણસો બાબતે તપાસ કરતા ગાડી ઉપર બેસી હાથમાં છરો લઇ કેક કાપનાર વ્યક્તિ મેઘલકુમાર શૈલેષભાઇ ગોર તથા તેની સાથે તેના મિત્રો હોવાનું જણાતા તેઓની તપાસ કરી હતી. મેઘલકુમાર શૈલેષભાઇ ગોરનો જન્મદિવસ હતો અને તેના મિત્રો સાથે તેણે આ રીતે મનાવ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે આ મામલે  મેઘલકુમાર ગોર, તેના મિત્રો રોનક રમેશભાઇ પરમાર, વિશાલ રાજુભાઇ પરમાર અને ઉંમગભાઇ દીનકરભાઇ પરમાર આરોપી મેઘલની ગાડીમાંથી બે છરા પણ કબ્જે કર્યા છે અને આરોપીનો મોબાઈલ ફોન તપાસ માટે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!