દાહોદ એલ.સી.બી.પોલીસે ચોરી ની મોટરસાયકલ સાથે બાળકિશોર ને ઝડપી પાડ્યું.
અજય સાંસી દાહોદ
દાહોદ તા.૨૬
દાહોદ એલસીબી પોલીસ દ્વારા એક શંકાસ્પદ મોટરસાયકલ પર સવાર બાળ કિશોરની પૂછપરછ કરતા અને પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ચોરીની મોટરસાયકલ સાથે ઝડપાયો હોવાનું જાણવા મળે છે.
પોકેટ કોક એપ્લિકેશનની મદદથી દાહોદ એલસીબી પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે દાહોદ શહેરની ઝાયડસ હોસ્પિટલ પાસેથી એક બાળકિશોરને મોટરસાયકલ સાથે ઉભો રાખવામાં આવ્યો હતો અને પોલીસે તેની પાસેથી મોટરસાયકલના કાગળિયાઓ માંગતા બાળ કિશોર દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસે તેને પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરતા બાળકિશોર પાસેથી મળી આવેલ મોટરસાયકલ ચોરીનું હોવાનું સામે આવ્યું હતું અને આ મોટરસાયકલ મધ્યપ્રદેશના જાબુઆ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાંથી ગત તારીખ 23મી ઓગસ્ટના રોજ ચોરી કરી લાવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.આ સંબંધે દાહોદ એલસીબી પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.