કારઠ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.
પંકજ પંડિત
કારઠ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.ઝાલોદ તાલુકાની કારઠ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. શાળાના તમામ બાળકો ઉત્સાહભેર જોડાયા. શાળાના આચાર્યશ્રી દ્વારા રક્ષાબંધન પર્વના મહત્વ અંગે વિગતવાર માહિતી વિદ્યાર્થીઓને આપી. શાળાની દીકરીઓએ ભાઈઓની પૂજા કરી, કપાળે તિલક કરી રાખડી બાંધી હતી. રાખડી બાંધી દરેકને મીઠાઈ ખવડાવી હતી. ભાઈઓએ પણ પોતાની બહેનોને પોતાની યથાશકિત ભેંટ આપી હતી અને રક્ષા કરવાનું વચન આપ્યું હતું.