નડિયાદની બાળાએ ગોવા ખાતે યોજાયેલ “કરાટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક તથા કાંસ્યચંદ્રક હાંસલ કર્યો.
નરેશ ગનવાણી
નડિયાદની બાળાએ ગોવા ખાતે યોજાયેલ “કરાટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક તથા કાંસ્યચંદ્રક હાંસલ કર્યો નડિયાદની દસ વર્ષની દીકરી દેવાંગી પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટે કુમિતે (ફાઇટ) માં સુવર્ણચંદ્રક તથા કાતામાં કાંસ્યચંદ્રક મેળવીનડિયાદ,ખેડા જિલ્લા તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે. નડિયાદની શ્રી સંતરામ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં ધોરણ – છઠ્ઠા (૬) માં અભ્યાસ કરતી દેવાંગી હાલ નડિયાદની આર કે માર્શલ આર્ટ એકેડેમીમાં રશ્મિનભાઈ પટેલ પાસે કરાટેનુ ખાસ પ્રશિક્ષણ મેળવી રહી છે. આ સંસ્થાના કુલ સોળ(૧૬) વિદ્યાર્થીઓએ ગોવા ખાતે વિવિધ વયજૂથની કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો ,તેમાં દેવાંગી પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટે શાનદાર-જાનદાર દેખાવ કરી સુવર્ણચંદ્રક તથા કાંસ્યચંદ્રક પ્રાપ્ત કરી આ સંસ્થાનું પણ ગૌરવ વધાર્યું છે.