આવતીકાલે રક્ષાબંધન પર્વની ઉજવણી થનાર છે. ત્યારે કપડવંજ પોલીસ વિભાગ દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વ ઉજવાયો.

નરેશ ગનવાણી

આવતીકાલે રક્ષાબંધન પર્વની ઉજવણી થનાર છે. ત્યારે કપડવંજ પોલીસ વિભાગ દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વ ઉજવાયો ખેડા જિલ્લાના કપડવંજ રેલીયા ચેક પોસ્ટ ખાતે નડિયાદ મોડાસા હાઇવે ઉપર વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહન ચાલકોને મહિલા પોલીસ કર્મીઓ દ્વારા રાખડી બાંધી મો મીઠું કરાવી તમારા ઘરે તમારા પરિવારજનો, સ્નેહીજનો, ભાઈ-બહેન, માતા-પિતા, રાહ જોઈ બેઠા છે માટે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો તેમ વાહનચાલકોને સમજાવ્યું હતું. આ કાર્યક્રમ દોસ્ત ફાઉન્ડેશન અને પટેલ એન્ટરપ્રાઇઝ તેમજ કપડવંજ રૂરલ પોલીસના સંયૂક્ત ઉપક્રમે યોજાયો હતો. રોડ સેફટીને લઈને પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. સાથે જ પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકને રાખડી બાંધી હેલ્મેટ પહેરવું, સ્પીડ લિમિટ તેમજ અન્ય બાબતો ધ્યાન રાખવા સૂચન કરવામાં આવ્યું હતું. આ સાથે વાહન ચાલકોને દોસ્ત ફાઉન્ડેશન અને ડાબર ઇન્ડિયા લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તેમજ પટેલ એન્ટરપ્રાઇઝના સહયોગથી  મેંગો જ્યૂશ, ગાવા જ્યૂશ,  રિયલ કોકોનટ વોટર વગેરે આપવામાં આવ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બહેનો દ્વારા પોલીસ વિભાગને રાખડી બાંધી તેમજ રાહદારીઓને પણ રાખડી બાંધી રોડ સેફટી જાળવવા અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમમા કપડવંજ વિભાગના ડીવાયએસપી વી.એન. સોલંકી, પીઆઈ વી.જી.પ્રજાપતિ, પીએસઆઇ ડી.કે. રાઠોડ, રૂરલ પોલીસ સ્ટેશન, કપડવંજ તેમજ પટેલ એન્ટરપ્રાઇઝ કેતનભાઈ પટેલ, દોસ્ત ફાઉન્ડેશનના અનિલ રોહિત, પરેશભાઈ પટેલ તેમજ ટીમ સહિત સ્વય સેવકો હાજર રહી સેવાઓ તેમજ જાગૃતિ પુરી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!