મહીસાગર જિલ્લા ભાજપે OBC27 ટકા અનામતના નિર્ણયનેમીઠાઈ વેહેંચી વધાવ્યો આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી.
સંજય જેસવાલ
મહીસાગર જિલ્લા ભાજપે OBC27 ટકા અનામતના નિર્ણયનેમીઠાઈ વેહેંચી વધાવ્યો આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં ઝવેરી કમિશનનો અહેવાલ મૂકવામાં આવ્યો હતો. અહેવાલ જાહેર થયા બાદ નજીકના ભવિષ્યમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય એવી શક્યતા છે. તેમજ ઓબીસી અનામતનો રિપોર્ટ પણ સરકારે જાહેર કર્યો છે. હવે ઓબીસીમાં 27 ટકા અનામત બેઠક કરવામાં આવી છે. જે નિર્ણયને મહીસાગર જિલ્લા ભાજપે વધાવ્યો હતો અને સરકારને અભિનંદન પાઠવ્યા હતા. મહિસાગર જિલ્લા ભાજપ કાર્યાલય લુણાવાડા ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહી ફટાકડાં ફોડી ઉજવણી કરી હતી. તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, આજે રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસીને અનામત આપી અને ઘણા સમયથી જે પ્રશ્ન અટવાયેલ હતો તેનો સુખદ અંત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છેઆજે મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ, સાંસદ રતનસિંહજી, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન, મહામંત્રી પ્રદિપસિંહ, પૂર્વ ધારાસભ્યો કાળુભાઇ હીરાભાઈ અને બધાજ પાર્ટીના કાર્યકર્તાએ સરકારના આ નિર્ણયને વધાવી લીધો છે. આવનાર સમયમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને છ હજાર જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે. જેમાં ઓબીસી સમાજને આ જે રિઝર્વ 27 ટકા અનામત આપેલું છે તેનો લાભ મળનાર છે.