લીમખેડા ધારાસભ્યએ કોરોના વાયરસને રોકવા માટે ૪૨ લાખની સહાય કરી
સુભાષ એલાણી/જીગ્નેશ બારીઆ
મુખ્ય મંત્રી રાહત કોષમાં ૧ લાખ જમા કરાવ્યા
દાહોદ તા.1
હાલ વિશ્વમાં કોરોના વાઇરસની માહામારી ફેલાયેલી છે. દેશના વડાપ્રધાનએ આ મહામારીના જંગને નાથવા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરેલ છે. કોરોના જેવા ભયાનક રોગમાં સહાયના ધોધ વહેવા માંડ્યા છે.
તદનુસાર લીમખેડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે કોરોના વાયરસને રોકવા માટે કુલ રૂ।. ૪૨,૦૦,૦૦૦/- લાખની સહાય કરી છે.
તે પૈકી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ।.૨૫,૦૦,૦૦૦/- ગુજરાત સ્ટેટ હેલ્થ સોસાયટીને ફાળવ્યા છે. તેઓના પગારમાંથી રૂ।. ૧,૦૦,૦૦૦/- મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવ્યા છે.
તદઉપરાંત તેઓના વિધાનસભા મત વિસ્તારમાં આવતા લીમખેડા તાલુકાને રૂ।.૮,૦૦,૦૦૦/- અને સિંગવડ તાલુકા માટે રૂ।.૮,૦૦,૦૦૦/- એમ કુલ રૂ।. ૧૬,૦૦,૦૦૦/- સ્થાનિક સ્તરે નિદાન,ચકાસણી અને સારવાર ઉપલબ્ધ થાય તે માટે જરૂરી મેડિકલ સાધન, મેડિકલ કીટ અને અન્ય જરૂરી સાધનો માટે ફાળવ્યા છે.
લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે આ તબક્કે વિધાન સભા મત વિસ્તારના તમામ નાગરિકને અપીલ કરી છે કે કોરોના સામેના જંગને નાથવા વડાપ્રધાનશ્રીના લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવો. ઘરમાં રહો સુરક્ષિત રહો.
#Dahod sindhuuday