ગાડીઓ ખરીદનાર-વેચનાર વ્યક્તિઓએ રજીસ્ટર માટેનુ જાહેરનામું.
સંજય જેસવાલ
ગાડીઓ ખરીદનાર-વેચનાર વ્યક્તિઓએ રજીસ્ટર માટેનુ જાહેરનામું મહિસાગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી વી લટા દ્રારા જુના ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર ગાડીઓ ખરીદનાર-વેચનાર વ્યક્તિઓએ રજીસ્ટર નિભાવવા માટેનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. જેમાં જુનુ ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને ટુ વ્હીલર વાહનો ખરીદનારને અવશ્ય બીલ આપવું અને તેની સ્થળપ્રત કબજામાં રાખવી, વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવીગ લાયસન્સ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ઓળખપત્ર પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવા વાહનો વેચાણ કર્તાએમેળવવાનો રહેશે