દધાલિયા પંચાયતમાં સરપંચ પુત્રી-પિતાનો ખોટી સહી કરી રૂ, 1.20 લાખનો ગેરવહીવટ
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

દધાલિયા પંચાયતમાં સરપંચ પુત્રી-પિતાનો ખોટી સહી કરી રૂ, 1.20 લાખનો ગેરવહીવટ
કડાણા તાલુકાની દધાલિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ પિતા પુત્રીએ સાથે મળી સરકારી પુરાવા સાથે દધાલિયા પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી નિરાલીબેન ભમાત દ્વારા કડાણા પોલીસ સ્ટેશનમાં આક્ષેપ કરતી અરજી કરી છે. જેમાં લખ્યું છે કે, દધાલિયા પંચાયતમાં સરપંચ તરીકે કૈલાસબહેન અરવિંદભાઈ વાગડિયા ચૂંટાયેલા છે. પરંતુ પંચાયતનો તમામ વહીવટ સરપંચના પિતા અરવિંદભાઈ વાગડિયા કરે છે. તલાટી તરીકે નિરાલીબેનને જાણ થઇ કે યોજનાકિય ખાતાઓની ચેકબૂક બેન્કની વિગતો સરપંચના પિતા અરવિંદભાઈ તેમની પાસે રાખે છે. ત્યારે તલાટી તરીકે ચેકબૂકોની માંગણી કરી ત્યારે નોકરી ના થાયતો છોડી દો બાકી ક્લેકટર આવે તો પણ ચેકબૂક તો નહિ મળેનું જણાવ્યુ હતું.તા.23/08/2023ના રોજ તલાટી નિરાલીબેનની બદલી સંતરામપુર થતા પંચાયતના રોજમેળ લખવાં જતા બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં આવેલ સ્વભંડોળની પાસબુકનુ સ્ટેટમેન્ટ જોતા તેમના ધ્યાન ઉપર આવ્યું કે તા.20/07/2023 ના રોજ ચેક નં.458210 તેમના ખોટી સહી તથા સિક્કા કરી રૂા.1.20 લાખની વાગડિયાએ તેમના પિતા વાગડિયા અરવિંદભાઈના નામે રોકડ ભરી બારોબાર તલાટીની જાણ બહાર ઉપાડી લીધા હતા. ત્યારે તલાટીના ખોટા સહી સિક્કા કરી સરકારી નાણાંનો ગેરવહીવટ કરનાર સરપંચ અને તેમના પિતા વિરુદ્ધ તપાસ કરી નાણાની વસુલાત માટે કડાણા પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી.
