વાણીયાવાડ વિસ્તારમાં બે વેક્તિઓને ઘાયલ કરનાર કપિરાજને વન વિભાગે પાંજરે પુરાયો

નરેશ ગનવાણી નડિયાદ

વાણીયાવાડ વિસ્તારમાં બે વેક્તિઓને ઘાયલ કરનાર કપિરાજને વન વિભાગે પાંજરે પુરાયો

નડિયાદ વાણીયાવાડ વિસ્તારમાં તોફાની કપિરાજે બે ઇસમોને બચકા ભરતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ત્યારે નડિયાદ વન વિભાગની ટીમે પાંજરું ગોઠવી તોફાની વાનરને ઝડપી પાડ્યો હતો.જેથી સ્થાનિક રહીશોએ રાહત અનુભવી છે. નડિયાદ વાણીયાવાડ વિસ્તારની સોસાયટીમાં છેલ્લા થોડા દિવસથી સરગમ પાર્ક સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારમાં તોફાની બનેલા કપિરાજ લોકો પર હુમલો કરવાના બનાવો બની રહ્યા છે. તોફાની વાનરના આતંકથી સોસાયટી વિસ્તારના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તોફાની વાનર લોકો પર હુમલા કરતા હોવાની જાણ થતાં નડિયાદ વન વિભાગની ટીમે વાનરને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું હતું.જેમાં રક્ષાબંધનના આગળના દિવસે એક તોફાની વાનરને પકડી પાંજરે પુરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ તોફાની વાનરોએ બે જણાને બચકુ ભર્યું હતું જેમાં રાજેન્દ્રનગર નાકા વિસ્તારમાં રહેતા ગોવર્ધનભાઈ ખોડા ભાઈ તળપદા તથા ઢેઢાવડીયાના ઉપેન્દ્રભાઈ તળપદાને કપીરાજે બચકા ભરતા લોહીલુહાણ થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે વન વિભાગની ટીમે સરગમ પાર્ક સોસાયટી વિસ્તારમાં પાંજરું મૂકી આજે વધુ એક તોફાની કપિરાજને પકડી લીધો હતો. બાદમાં આ વાનરને શહેરથી દૂર સીમ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: