સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં ચૂંટણી કાર્ડ નોંધણી કાર્યક્રમ યોજાયો.
નરેશ ગનવાણી નડિયાદ
સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં ચૂંટણી કાર્ડ નોંધણી કાર્યક્રમ યોજાયો.
સી.બી.પટેલ આર્ટસ કોલેજના ઉપક્રમે એનસીસી યુનિટ અંતર્ગત આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવેના માર્ગદર્શન હેઠળ ચૂંટણી કાર્ડ નોંધણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓના ૧૮ વર્ષ પૂર્ણ થયા છે પરંતુ તેઓ પાસે ચૂંટણી કાર્ડ નથી તેઓના નવા ચૂંટણી કાર્ડ માટેના ફોર્મ ભરાવી, ચૂંટણી કાર્ડ માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી તથા એનસીસી સ્વયંસેવકોએ કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન તથા ઓફલાઇન ચૂંટણીકાર્ડ કઢાવવાની પ્રક્રિયા સમજાવી તથા ઓફલાઇન કોલેજના વિદ્યાર્થીઓનાં ચૂંટણીકાર્ડનાં ફોર્મ ભરવામાં આવ્યા હતાં. મામલતદાર કચેરી દ્વારા અત્રેની કોલેજમાં મતદાન જાગૃતિના સંદર્ભમાં કેમ્પસ એમ્બેસેડર તરીકે નિમણૂક પામેલ કુ. દામિની મારવાડી, કુ. નિકિતા રોહિત, મહંમદહાશ્મી મલેક, દિવ્યજીત પરમાર, કુ. વૈશાલી સોલંકી વગેરેએ સક્રિય કામગીરી કરી હતી. ભાજપ યુવા મોર્ચા પ્રમુખ હિતરાજભાઈ જોશી તથા યુવા મોર્ચા મહામંત્રી નિલેશભાઈ સરગરાએ મામલતદાર કચેરીમાંથી ફોર્મ લાવી, વિદ્યાર્થીઓના ચૂંટણી કાર્ડના સાથે ફોર્મ ભરવાની કામગીરીમાં સહભાગી બન્યા હતાં. એનસીસી પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રકાશભાઈ વિછીયા તથા ડો.કલ્પનાબેન ત્રિવેદીએ ચૂંટણી કાર્ડ નોંધણી કાર્યક્રમ અંગે વિદ્યાર્થિઓને માર્ગદર્શિત કર્યા હતાં.

