નડિયાદ સંતરામ મંદિર દ્વારા મુક્તિ ધામમાં અગ્નિદાહ માટે ૧૬ લાખના ખર્ચે ગેસ સગડી નું લોકાર્પણ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ સંતરામ મંદિર દ્વારા મુક્તિ ધામમાં અગ્નિદાહ માટે ૧૬ લાખના ખર્ચે ગેસ સગડી નું લોકાર્પણ કરવામાં આવ્યું
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ મુક્તિધામમાં વિશ્વપ્રસિદ્ધ નડિયાદના શ્રી સંતરામ મંદિર દ્વારા અગ્નિદાહ માટે ૧૬ લાખના ખર્ચે અધ્યતન મશીનરી સાથે ગેસ સગડી નું લોકાર્પણ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, શ્રી સંતરામ મંદિર ઉમરેઠ મહંત પૂ. ગણેશદાસજી મહારાજ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલ (ઇપકો વાળા) તથા શ્રી સંતરામ મંદિરના સંતોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. આ ગેસ આધારિત સગડી શરૂ થવાને કારણે એક દિવસમાં બાર મૃતકોને અગ્નિદાહ આપી શકાશે. જેના કારણે લાકડાની બચત થશે અને પર્યાવરણ પણ સુધરશે. તેમ ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતું. નડિયાદના નાગરિકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ બાદ સંતરામ મંદિર નડિયાદના પૂજ્ય સત્ય દાસજી મહારાજ ના મુખે સુંદરકાંડ ના પાઠ કરાયા હતા. આજના કાર્યક્રમને શ્રી સંતરામ મંદિર નડિયાદના મહંત પૂ. રામદાસજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.

