કુન્લી ગામે બે સગાભાઈઓ વચ્ચે ઘર આગળના રસ્તેથી નીકળવાના મામલે ઝઘડો તકરાર થતા ઉશ્કેરાયેલા ભાઈએ તલવારના ઘા મારી સગાભાઈને
દાહોદ, તા.ર૪
લીમખેડા તાલુકાના કુન્લી ગામે બે સગાભાઈઓ વચ્ચે ઘર આગળના રસ્તેથી નીકળવાના મામલે ઝઘડો તકરાર થતા ઉશ્કેરાયેલા ભાઈએ તલવારના ઘા મારી સગાભાઈને ઘટના સ્થળ પર જ મોતને ઘાટ ઉતાર્યાનું જાણવા મળે છે.
લીમખેડા તાલુકાના કુન્લી ગામે ભે ફળીયામાં રહેતા બે સગાભાઇઓ વચ્ચે મનમેળ ન હોઇ ૪૨ વર્ષીય સૌરભભાઇ ખેમાભાઇ બારીયા ગતરોજ સાંજના પાંચ વાગ્યાના સુમારે તેના સગાભાઇ આપસીંગભાઇ ખેમાભાઇ બારીયાના ઘર આગળના રસ્તેથી નીખળ્યો હતો તે વખતે આપસીંગભાઇ બારીયા એકદમ ઉશ્કેરાયો હતો અને બેફામ બિભત્સ ગાળોબોલી તું મારા ઘરની આગળના રસ્તેથી નીકળતો નહીં કહી સૌરભભાઇ ખેમાભાઇ બારીયાને બરડાના ભાગે તથા માથાના ભાગે તલવારના ઘા મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી ઘટના સ્થળ પરજ મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો. પોતાના ભાઇનું ઢીમઢાળી દેતાં લીમખેડા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ સંબંધે મરણ જનાર સૌરભભાઇ બારીયાની પત્ની લીલાબેન સૌરભભાઇ ખેમાભાઇ બારીયાએ લીમખેડા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.