દેગમડા બ્રિજ નીચે યુવકનો મૃતદેહ મળ્યો.
દેગમડા બ્રિજ નીચે યુવકનો મૃતદેહ મળ્યો
સંજય જયસ્વાલ સંતરામપુર 87585232231
યુવતીની શોધખોળ ચાલુ
મહિસાગરના દેગમડા બ્રિજ ઉપર રવિવારે એક બાઈક મળતાં પ્રાથમિક માહિતીના આધારે એક યુવક તેમજ એક યુવતી હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી. આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. અને લુણાવાડા ફાયર વિભાગને પણ જાણ કરાઇ હતી. જેમા નદીમાંથી સ્થાનિક તરવૈયા અને લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અને યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમા રવિવારે મોડી સાંજ સુધી યુવતીની શોધખોળ માટે મોડી સાંજ સુધી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતુ. પરંતુ યુવતીનો પત્તો લાગ્યો ન હતો. ત્યારે સોમવારે વહેલી સવારથી જ ફાયર વિભાગની ટીમ દ્વારા યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.