દાહોદ જિલ્લા પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરી : ગીત ગાઈ લોકોને જાગૃત કરાયા
ગગન સોની / ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે જિલ્લા કલેક્ટર વિજય ખરાદી દ્વારા ટુ વ્હીલર પર માત્ર એક જ મુસાફર મુસાફરી કરી શકશે અને ફોર વ્હીલર વાહન પર પ્રતિબંધનું જાહેરનામાનું પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. હાલ પોલીસ દ્વારા પણ જિલ્લામાં સઘન કામગીરી કરી ચાપતી નજર પણ રાખવામાં આવી રહી છે. આવા સમયે દાહોદ જિલ્લામાં એક પોલીસ કર્મચારી દ્વારા લોકોને જાગૃત કરવા માટે અને કોરોના વાયરસ સામે લડત લડવા અપીલ સાથે માઈકમાં ગીત ગાઈ લોકોને જાગૃત કર્યા હતા.
કોરોનાવાઈસની મહામારી વચ્ચે લોકોની દેશ અલગ અલગ જગ્યાએ થી લોકો ની ક્રિએટિવિટી પણ બહાર આવી રહી છે. તેવી રીતે આપણા દાહોદ સખતપણું કરવાથી પણ અમુક લોકો ન માનતા હોવાથી આખરે દાહોદ પોલીસે પણ હવે પ્રેમ ની ભાષા થી સમજાવાનો પ્રયત્ન કર્યો પોલીસે પોલીસ વેન માં બેસી માઇક માં જાહેર સ્પીકર લગાવી લોકોને કોરોનાવાઈરસ અંગે જાગૃત કરવા માટે “એક પ્યાર કા નગ્મા હે” ગીત ને કોરોના સંબધિત શબ્દો વાપરી પોતાનું એક અલગ વર્ઝન બનાવી ગીત ગાયું અને ગીતના શબ્દોમાં ફેરફાર કરીને લોકોને ઘરમાં જ રહેવા, હાથ ધોવા, બહાર ન નીકળવા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અને મળી ને આપડે બધા એ કોરોનાને હારવાનું છે, તે માટેની અપીલ કરી હતી.
#Dahod Singhuuday

