નડિયાદ પાસે અરેરામા એક મકાન અને ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પાસે અરેરામા એક મકાન અને ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો

નડિયાદના અરેરા ગામે ખેતરમાં બનાવેલ મકાનમાં અને અન્ય એક ગોડાઉનમાં તેમજ અન્ય એકના ખેતરમાં ચોરી થઈ છે. જેમાં કુલ રૂપિયા ૪૧ હજારના મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાની મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ તાલુકાના અરેરા ગામે દિગ્વિજય પ્રફુલભાઈ પંડ્યાએ પોતાનું મકાન ઉપરોક્ત ગામની સીમમાં આવેલ ખેતરમાં બનાવ્યું છે. દિવસે તેઓ ત્યાં રહે અને રાત્રે પોતાના ડુગરીવાળો વિસ્તાર અરેરા ખાતે આવેલ મકાનમાં રહે છે. ગતરોજ સોમવારે સવારે તેઓને પોતાના ખેતરમાં આવેલા મકાનમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ ચોર ઈસમે આ મકાનના લોખંડની જાળીનો નકૂચો તોડી બે ગાદલા, બે ધાબળા તથા રસોડામાંથી ગેસનો બોટલ મળી કુલ ૮ હજારના મુદ્દામાલની ચોરી કરી છે.અને નજીક આવેલ જશભાઈ છોટાભાઈ પટેલના ખેતરમાં આવેલ ગોડાઉનમાંથી લોક તોડી બે ટાયરો પ્લેટ સાથે, બેટરી, વોટર પંપ મળી કુલ ૨૫ હજારના મુદ્દામાલ તેમજ નજીક આવેલા જગદીશભાઈ નરસિંહભાઈ પટેલના ખેતરમાંથી ટ્રેક્ટરની ટ્રોલીનુ ટાયર આઠ હજારની કિંમતનું મળી કુલ ૪૧ હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!