સુકાટીબા પટેલ ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી.
સુકાટીબા પટેલ ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી
.સંતરામપુર તાલુકાના સુકાટીબા ગામે આવેલ પટેલ ફળિયાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાથીઓ દ્વારા 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષકદિન ઉજવવામાં આવ્યો હતો. તેમાં બાળકોએ ભાગ લીધો હતો. અને બાળકોએ એક દિવસ શિક્ષક બની શૈક્ષણિક કાર્ય કર્યુ હતું. તેમાં પ્રાર્થનાથી લઈને વર્ગ કાર્ય સુધી તમામ પ્રવૃતિ બાળકોદ્રારા કરવામાં આવી હતી. તથા શાળાના શિક્ષકો દ્રારા બાળકોને શિક્ષક દિનનો મહિમા વિશે અને શિક્ષકનું મહત્વ જીવનમાં કેટલું મૂલ્યવાન છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. બાળકોને શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી,