લોકડાઉનની પરિસ્થતી વચ્ચે દાહોદ જિલ્લામાં રામનવમીની અનોખી ઉજવણી : લોકો ઘરમાં જ દિવા સળગાવી પુજા કરી
સુભાષ એલાણી
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લામાં રામનવમીની લોકો અનેરી ઉજવણી કરી હતી. લોકડાઉન વચ્ચે આ વખતે રામયાત્રાને મોકુફ રાખવામાં આવી છે ત્યારે શ્રધ્ધાળુઓ દ્વારા પોતપોતાના ઘરમાં દિવા સળગાવી ભગવાન રામની પુજા અર્ચના કરવામાં આવી હતી.
હાલ ભારતમાં દેશમાં પણ કોરોના વાયરસે પગપેસારો કરતાં લોકોમાં ચિંતા છવાઈ જવા પામી છે. આવા સમયે અનેક ધર્માે દ્વારા પોતાના વિવિધ કાર્યક્રમો પણ મોકુફ રાખવામાં આવ્યા છે. દાહોદમાં દર વર્ષે નીકળતી રામત્રાના પણ મંડળ દ્વારા મોકુફ રાખવામાં આવી છે. કોરોના સામે લડત આપવા લોકો એક સાથે મળી કોરોનાને માત આપવા કટીબધ્ધ પણ બન્યા છે ત્યારે આજરોજ રામનવમીના શુભ અવસરે લોકડાઉનની પરિÂસ્થતીમાં ઘરમાં રહેતા લોકોએ ઘરમાં જ દિવા, પુજા અર્ચના કરી ભગવાન રામની પુજા અર્ચના કરી હતી. દાહોદ જિલ્લામાં દરેક હિન્દુ ઘરમો દિવાની રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા અને ભગવાનને પ્રાર્થના પણ કરી હતી કે કોરોના વાયરસની મહામારીથી દુનિયા તેમજ ભારત દેશને સુરક્ષિત રાખે.
#Dahod Sindhuuday

