રામ જાનકી આશ્રમશાળા દેવજીની સરસવાણી મુકામે યોગાસનનું આયોજન કરાયું.
પંકજ પંડિત ઝાલોદ
રામ જાનકી આશ્રમશાળા દેવજીની સરસવાણી મુકામે યોગાસનનું આયોજન કરાયું
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને શ્રી રામ જાનકી આશ્રમશાળા દેવજીની સરસવાણી ના સંયુક્ત ઉપક્રમે યોગાસન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં યોગ કો-ઑર્ડિનેટર ગુજરાત રાજ્ય રાજેશભાઈ પંચાલ તથા ઝોન કૉ-ઑર્ડિનેટર શ્રીમતી પીન્કીબેન મેકવાને ઉપસ્થિત રહી બાળકોને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. શાળાના ટ્રસ્ટી અને વિ. હિન્દુ પરિષદ દ. ગુજરાત પ્રાંતના સહ સેવા પ્રમુખ શ્રી કે. જી. પટેલજીએ 62 વર્ષની ઉંમરે પ્રત્યક્ષ આસનો કરી અષ્ટાંગ યોગની વિધ્યાર્થી જીવનમાં ઉપયોગીતાની સ્પષ્ટ સમજ આપી.