ફતેપુરાના ઘુઘસ ગામે દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરાના ઘુઘસ ગામે દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા
રૂપિયા 25,840 નો દારૂ તથા કાર મળી 3,75, 840 નો મુદ્દા માલ જપ્ત કરાયુ.
ફતેપુરા પીએસઆઇ તડવી તથા સ્ટાફના માણસો દારૂ અને જુગારની ડ્રાઇવ અન્વયે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા રાજસ્થાન તરફથી બાતમી વાળી ગાડી ઘુઘસ થઈ ફતેપુરા તરફ આવતા પોલીસે વોચ ગોઠવી હતી સવારના 08:00 વાગ્યાના અરસામાં ડશ્ટર ગાડી આવતા ફતેપુરા પોલીસે ગાડી ઉભી રખાવી પોલીસના માણસો કોર્ડન કરી લીધી હતી પોલીસે તપાસ કરતા બંને સાઈડના દરવાજા ની અંદરના ભાગે ચોરખાનું બનાવી તેમાં સંતાડી લઈ જવાતો ઇંગ્લિશ દારૂની 304 બોટલ ો મળી આવી હતી 25,840 રૂ નો દારૂ તથા હેરાફેરી ઉપયોગમાં લેવાય 3.50 લાખની ડસ્ટર કાર મળી રૂ 3, 75,840 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી કારચાલક નિદકાપુવૅના ભરત મોતી મછર તથા તેની સાથે ઢઢેલાના રમેશ જોતી નિસરતા ને પોલીસે પૂછપરછ કરતા જથ્થો ભરી આપનાર રાજસ્થાનનો વ્યક્તિ મળી ત્રણ સામે ફતેપુરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે