મહારાજના મુવાડા ચેકપોસ્ટ પાસેથી ચાર ઈસમોને પોલીસે તમંચા સાથે ઝડપી પાડયા.
નરેશ ગનવાણી નડિયાદ
સેવાલિયા પોલીસ જન્માષ્ટમીનો પર્વમાં વહન ચેકિંગ ઝુંબેશમાં હતી તે દરમિયાન સેવાલીયા મહરાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપર ગોધરા તરફથી એક સફેદ કલરની ટેક્ષી કાર આવતાં પોલીસે તેને સાઈડમાં ઊભી રખાવી હતી. તેમાં કુલ છ વેક્તિઓ હતા. જેમને પુછપરછ કરતા ગભરાયેલા ગયેલ અને ગાડી ચેક કરવાનુ કહેતાં છ ઇસમો પૈકી પાચ ઇસમો એકદમ ભાગવા લાગ્યા હતા જેમાથી ત્રણ ઇસમોને પકડી લીધેલ હતા. ઇસમો મહીસાગર નદીના ખેતરોમાં ભાગી ગયા હતા કુલ ચાર ઈસમોને પોલીસે પકડી પાડ્યા હતા.રાજ દેવીપ્રસાદ મિશ્રા રહે. કોટરા સુલતાનાબાદ, ભોપાલ, મધ્યપ્રદેશ, ચન્દ્રકાંત ઉમેશ સોલંકી રહે. એસ.ટી.ટી.નગર, ભોપાલ, મધ્યપ્રદેશ, અમનકુમારસિહ અર્જુનસિંહ સેથવાર રહે. બરફાની ધામ, બાગ સેવનીયા, ભોપાલ, મધ્યપ્રદેશ, મુળ રહે, છપરા ભગત, પોસ્ટ શહબાઝપુર જી.કુશીનગર, ઉત્તરપ્રદેશ, વીરસીંગ ખિલાનીંગ ડાંગી રહે. મકાન લાલધાર્ટી, ભોપાલ, મધ્યપ્રદેશ, મુળ રહે.બિદીશા તા.બિંદીશા જી.ભોપાલ મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.પકડાયેલા ઇસમો પાસેથી એક-એક કાળા કલરના કવરમા છરા તથા એક ઇસમના જેકેટના ખિસ્સામાથી બે જીવતા છરાવાળા કારતુસ મળી આવ્યા હતા. તો કારની તપાસ કરતા તેમાથી એક ભારતીય હાથ બનાવટનો દેશી તમંચો મળી આવેલ હતો. પોલીસે તમામ હથિયારો તેમજ મોબાઈલ ફોન અને રોકડા તેમજ કારનો મુદ્દામાંલ જપ્ત કર્યો છે.જ્યારે ફરાર થયેલા ઈસમો સૌરભ સોલંકી રહે. કુમરાજ જી. ગુના મધ્યપ્રદેશ અને દેબુ જેનુ સાચુ અને પુરૂ નામ-ઠામ ખબર નથી નો સમાવેશ થાય છે