ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો મામલે એક આરોપીને ઝડપી પાડવા માઆવ્યો
ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો મામલે એક આરોપીને પકડી લેવામાં આવ્યો
વસો પોલીસ સ્ટેશનની હદમાં પીજ ગામે આવેલ આદ્યવિલા સોસાયટીમાં ૨૯ ઓગસ્ટના ૩ મકાનના તસ્કરોએ તાડા તોડી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે મામલે વસો પોલીસમાં ફરિયાદ પણ નોધાઈ હતી. પોલીસે ફરિયાદ બાદ જુદી જુદી દિશામાં તસ્કરોની ભાળ મેળવવા તપાસ કરી હતી. તો બીજી બાજુ પોલીસે ગુનાવાળી જગ્યાએ ફિંગરપ્રિન્ટ એક્ષ્પર્ટ તથા ડોગ સ્કોવડને બોલાવી વધુ તપાસ હાથ ધરી હતી. ગુનાવાળી જગ્યાએથી ફિંગરપ્રિન્ટ એક્ષ્પર્ટને મળેલ ચાન્સપ્રિન્ટને AFIS-NAEIS સાથે સરખામણી કરી સર્ચ કરતાં આ ચાન્સેપ્રિન્ટ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી રાકેશભાઇ જવરાભાઇ બારીયા (રહે.છોડા તળાવળીય.દાહોદ)ની આંગળાની છાપ સાથે મળતી આવતી હતી. જેથી આરોપીની તપાસ કરાવતાં ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી મળી આવ્યો હતો. પોલીસ તેને ઉઠાવી પુછપરછ કરી હતી. પુછપરછ કરતા પોતે તથા પોતાની અન્ય સાથીદારો દ્વારા આ ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત નડિયાદ તથા અમદાવાદ, આણંદ ખાતે પણ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. આ આરોપીઓએ પોતાના સાથીદારોના નામ હરીશભાઇ ઠામોર (રહે, ભાણપુર દાહોદ), અજયભાઇ રામસગભાઇ પલાસ (રહે.ગરબાળા, દાહોદ) અને પ્રિતેષ ઉર્ફે માંદો ખીમાભાઇ નિનામાં (રહે મોટી ખરચ તાનથળી કળીયું, દાહોદ)નો હોવાનું જણાવ્યું છે. અને તેઓની સાથે મળીને આ ચોરીને અંજામ આપતાં હતાં.વધુમાં પકડાયેલ આરોપીઓ ચોરી કરવા માટે દિવસ દરમ્યાન નક્કી કરેલ જગ્યાઓની રેકી કરી નક્કી કરેલ જગ્યાની નજીકની જગ્યામાં રોકાતો હતો. બાદમાં મોડી રત્રે મારક હથિયારો સાથે જઇ બંધ મકાનના દરવાજાના તાળા લોખંડના સળીયા વડે તોડી ચોરી કરતો હોવાની કબૂલાત કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આ કેસમાં ફરાર તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.