દાહોદ જિલ્લાના લીમડી માં યોજાશે સોની સમાજ ની પ્રદેશ પ્રમુખ ની ચુંટણી
ધ્રુવ ગોસ્વામી લીમડી
દાહોદ જિલ્લાના લીમડી માં યોજાશે સોની સમાજ ની પ્રદેશ પ્રમુખ ની ચુંટણી
૧૦ સપ્ટેમ્બર ના રોજ લીમડી નગરમાં યોજાશે આમને સામને ની જંગ
દાહોદ જિલ્લાના સોની સમાજના સરળ અને સેવાભાવી સ્વભાવ ધરાવતા લીમડી નગર ના રહેવાસી દિવ્યેશભાઈ સોની પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે તેમની પેનલમાં મહામંત્રી પદ માટે પ્રવીણભાઈ સોની ઉપાધ્યક્ષ પદે સત્યનારાયણ સોની કોષાઅધ્યક્ષ પદ માટે શાશ્વત સોની એ ઉમેદવારી નોંધાવી છે*ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ચૂંટણી અધિકારી શ્રી ચંદ્રપ્રકાશ જડિયા નિરીક્ષણ હેઠળ 10 સપ્ટેમ્બર ગુજરાત પ્રદેશ ક્ષત્રિય સોની સમાજની પ્રદેશ હોદ્દેદારોની ચૂંટણી અને વરણી થશેગુજરાતમાં શ્રી અજમીઢજી મહારાજના વંશજ એવા મેઢ ક્ષત્રિય સોની સમાજના પરિવાર અમુક તો રાજસ્થાનથી 150 વર્ષ પહેલાથી આવીને વસ્યા છે અને પોતાનું વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને હજુ પણ રાજસ્થાનનો પરિવાર ગુજરાતમાં આવી રહ્યા છે અને આ સમાજની વધુ વસ્તી ડીસા અમદાવાદ લીમડી દાહોદ સુરત અને વડોદરામાં સ્થાયી થયેલ છે અન્ય છુટા છવાયા અન્ય જિલ્લામાં નોકરી વ્યવસાય કરી રહ્યા છે આ સમાજનું લગભગ દરેક તાલુકા જિલ્લા અને હવે પ્રદેશ કરે સંગઠન છે આ સમાજ ભારત દેશનો દરેક ખૂણામાં વસેલો છે જેથી તેમનું રાષ્ટ્રીય સંગઠન પણ છે તાજેતરમાં લગભગ દરેક પ્રદેશમાં પ્રદેશ સંગઠનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાં તારીખ 10 સપ્ટેમ્બરના રોજ લીમડી સોની સન્માન યજમાન પ્રદેશ ના મુખ્ય હોદ્દેદારની ચૂંટણી અધિકારી અને ચાર્ટર્ડ એકાઉન્ટ શ્રીમંત ચંદ્રપ્રકાશ જાડેજા નિરીક્ષણ હેઠળ યોજાવા જઈ રહી છે આ ચૂંટણી સમયે સમાજના રાષ્ટ્રીય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાની સંભાવના છે જેથી આ ચૂંટણીમાં વોટિંગ થાય અને સમરસ જાહેર કરી યોગ્ય ઉમેદવારને યોગ્ય પદ આપી વરણી કરવામાં આવે તો સમાજનું હિત જળવાઈ અને સંગઠન મજબૂત બને તેવી કોશિશ થાય તે માટે સમાજના અગ્રણીઓને દરેક સોની સમાજ ના લોકો ઇચ્છી રહ્યા છે