લીમખેડામાં વાહનચાલકો તેમજ જાહેરનામાનો ભંગ કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહી
અર્જુન ભરવાડ
દાહોદ તા.૩
લીમખેડામાં કોઈપણ કારણ વગર મોટરસાયકલ ઉપર એકથી વધારે વ્યક્તિઓને પ્રવાસ કરવા ઉપર કલેક્ટરે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાનો ભંગ કરતા ૧૮ થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી હતી તો દુધિયા ગામે પાન મસાલો નો વેપાર કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ દુકાનદારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં કોરોનાવાયરસ ને ફેલાતો અટકાવવા માટે દાહોદ જિલ્લા કલેકટરે તારીખ ૧લી એપ્રિલના રોજ કોઈપણ કારણ વગર મોટરસાયકલ ઉપર એકથી વધારે વ્યક્તિ પ્રવાસ કરી શકશે નહીં તે માટે 144 મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તે અનુસંધાને લીમખેડા બજારમાં ઝાલોદ રોડ ઉપર રેલવે ગરનાળા પાસે તથા શાસ્ત્રી ચોક ખાતે અને પાલ્લિ નાળા પાસે આમ અલગ-અલગ વિસ્તારમાંથી કોઈપણ કારણ વગર મોટરસાયકલ ઉપર એકથી વધુ પ્રવાસ નહીં કરવા બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હોવા છતાં આરોપીઓએ પોતાના કબજાની મોટરસાયકલો ઉપર પરિવહન કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે 9 જેટલી મોટરસાયકલો ડિટેઈન કરી ૧૮ થી વધુ વ્યક્તિઓ ની ધરપકડ કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાત દૂધિયા ગામના કોઠારા ફળિયામાં રહેતા કનુ રાજુ ભાભોર ની પાન મસાલા ની દુકાન ચાલુ રાખી વેપાર કરતા જાહેરનામાનો ભંગ કરવા બદલ ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Dahod Sindhuuday