લીમડી પોલીસ દ્વારા ઓનલાઇન છેતરપિંડી કરનાર બે આરોપીઓને ઝડપી લેવાયા.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

લીમડી પોલીસ દ્વારા ઓનલાઇન છેતરપિંડી કરનાર બે આરોપીઓને ઝડપી લેવાયા

ઓનલાઇન ટ્રેડિંગમાં રોકાણ કરાવવાની લાલચ અપાવી લીમડીના યુવકના ૧૨૦૦૦૦૦ રૂપિયા આરોપીઓ દ્વારા છેતરપિંડી કરાઈ બદલાતા સમયમાં જેમ જેમ લોકો વધુ ને વધુ ઓનલાઇન કામકાજ તરફ વળેલ છે તેમ તેમ ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓ પણ ઓનલાઇન ફોડ કરવાં માટેની અવનવી તરકીબો અજમાવતા હોય છે. સતત સરકાર દ્વારા અને પોલિસ દ્વારા સાયબર ગુનાઓ થી બચવા લોકોને જાગૃત પણ કરવામાં આવે છે. સાયબર ફોડ જેવા ગુન્હા થી બચવા લોકોએ તકેદારી રૂપે સોશિયલ મીડિયામાં અજાણ્યા કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં , કોઈ પણ અજાણ્યા લોકો સાથે કોઈ પણ જાતની નાણાંકીય વ્યવહાર કરવા જોઈએ નહીં , વધારે રુપિયા કમાવવાની લાલચ વાળી પોસ્ટ, વિડિયો કે મેસેજ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં આવી તકેદારી જાગૃત નાગરિક તરીકે સહુ લોકોએ રાખવી જોઈએ. છતાય કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તે વ્યક્તિએ તાત્કાલિક 1930 પર સંપર્ક કરવો જોઈએ તેમજ આર.બી.આઇ દ્વારા જાહેર કરાયેલ નિર્દેશોનું જ પાલન કરવું જોઈએ. થોડા સમય અગાઉ લીમડી નગરના એક યુવાનને ઈન્સ્ટાગ્રામ મારફતે ઓનલાઇન ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી ૧૨,૦૦,૦૦૦ જેટલી રકમની છેતરપિંડીની ઘટના બનવા પામેલ હતી. ભોગ બનનાર યુવક દ્વારા લીમડી પોલીસને આ અંગે ફરિયાદ નોંધાવેલ હતી. ઓનલાઇન ગુન્હાને અંકુશ રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેતી લીમડી પોલીસના પી.એસ.આઇ એમ.એફ.ડામોર દ્વારા લીમડી ખાતે થયેલ ઓનલાઇન ફોડ કરનારા બે આરોપીઓને વાપી અને સુરત થી ઝડપી પાડવામાં સફળતા મેળવેલ હતી. આરોપીઓમાં તરુણ ચૌધરી તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાનો છે જ્યારે બીજો આરોપી રાહુલ અખાડે સુરત જિલ્લાના બારડોલી તાલુકાનો વતની છે. આ બંને આરોપીઓને લીમડી પોલિસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!