બાલાસિનોર તાલુકા પોલીસે જનોડ ગામની સીમમાંથી જુગાર રતમાં 7ને ઝડપી મુદ્દામાલ કબ્જે કર્યો
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
બાલાસિનોર તાલુકા પોલીસે જનોડ ગામની સીમમાંથી જુગાર રતમાં 7ને ઝડપી મુદ્દામાલ કબ્જે કર્યો
બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્તા પનાનો જુગાર રમતા આરોપીઓને મુદ્દામાલ સાથે બાલાસિનોર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. બાલાસિનોર તાલુકા પોલીસે ટીમ બનાવી તાપસ હાથ ધરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, બાલાસિનોર તાલુકાના જનોડ ગામની સીમમાં ખેતરની બાજુમાં આવેલા કુવા નજીક ખુલ્લામાં બેસી કેટલાક માણસો લાઈટના અજવાળે પતા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલ રમત ચાલુ છે. જેના આધારે પોલીસ તે સ્થળે જઈ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા 7 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા તેમજ 6 આરોપીઓ ફરારછે. જેને પકડી પાડવા માટે પોલીસેતપાસ હાથ ધરી છે.