ઝાલોદ નગરના માળી સમાજના યુવકનું રણુજાધામ જતાં માર્ગ અકસ્માતમાં મોત.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરના માળી સમાજના યુવકનું રણુજાધામ જતાં માર્ગ અકસ્માતમાં મોત
ઝાલોદ નગરનો માળી સમાજનો યુવક જીતેન્દ્ર શાંતિલાલ માળી રણુજાઘામ મુકામે જતાં પગપાળા સંઘ સાથે જતાં હતાં તે દરમ્યાન અજાણ્યા વાહન ચાલક દ્વારા જીતેન્દ્રભાઈને પાછળ થી ટક્કર મારી નાસી છૂટેલ હતુ. અજાણ્યા વાહનની ટક્કર વાગતા જીતેન્દ્ર માળીને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે જોધપુર મુકામે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા ત્યાં સારવાર દરમ્યાન જીતેન્દ્ર માળીનુ મૃત્યુ થયેલ હતું. જીતેન્દ્ર માળીની અચાનક થયેલ મોતના સમાચાર મળતાં તેમના પરિવારજનોમાં માતમનો માહોલ સર્જાયો હતો.

