દાહોદ ખાતે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં વરોડ પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
દાહોદ ખાતે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં વરોડ પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું
જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દાહોદ દ્વારા જિલ્લાના તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તથા નવા આચાર્યનું સન્માન કર્યું અને સાલ અને પુષ્પથી કરવામાં આવ્યું શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન થતા મોમેન્ટો આપી અલગ અલગ શિક્ષકોને ગણિત વિજ્ઞાન તેમજ આજના યુગમાં ટેકનોલોજીને આગળ વધારવા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અને જ્ઞાનસેતુના એક થી પાંચ નંબરના આવેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાશિક્ષક 2023 માં સરકાર દ્વારા રાજ્યકક્ષાના એ 44 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ તેમજ જિલ્લા કક્ષાએ 94 શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષક અને તાલુકા કક્ષાએ 218 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ જેમાં પસંદ થયેલા શિક્ષકોનું શિક્ષક દિન નિમિત્તે રાજ્ય કક્ષા તથા જિલ્લા મથકોએ કરવામાં આવ્યું જેમાં સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા પ્રમુખ શિતલ કુમારી વાઘેલા ધારાસભ્ય મહેશ ભુરીયા ,ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, મહામંત્રી નરેન્દ્ર સોની,જિલ્લા કલેકટર હર્ષિત ગોસાવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઝાલોદ તાલુકાની વરોડ પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે મન્સૂરી સોયેબ ને શ્રેષ્ઠ શિક્ષક પારતોષિક આપી સન્માન કરવામાં આવ્યું ઝાલોદ તાલુકા ની વરોડ પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા આ 5 પર સપ્ટેમ્બરના શિક્ષક દિવસના રોજ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર , જિલ્લા પ્રમુખ શીતલબેન ,ઝાલોદ તાલુકાના ધારભ્ય મહેશ ભુરીયાએ એવોર્ડ આપી ઝાલોદ તાલુકાના વરોડ પ્રાથમિક શાળાના શિક્ષક મન્સૂરી શોએબને સન્માનિત કર્યા શાળાના તાલુકા તેમજ જિલ્લા લેવલે ખૂબ જ શિક્ષણ કાર્યમાં બાળકોને સતત માર્ગદર્શન અને કાર્યશીલ શિક્ષક શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું હતું.જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી તેમજ શિક્ષક સંઘના મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું આભાર વિધિમાં શિક્ષણ પ્રાથમિક અધિકારી નિલેશભાઈ મુનિયાએ કરી હતી.

