ઝાલોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે જામતો જંગ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે જામતો જંગ
ભાજપના અમુક સભ્યો અંડરગ્રાઉંડ થતાં વિવિધ ચર્ચાઓ એ જોર પકડયું
ઝાલોદ તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 14 મી સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. આ ચૂંટણી પહેલા તાલુકા પંચાયતના અમુક સભ્યો અંડરગ્રાઉંડ થઇ જતાં નગરમાં અનેક જાતની અફવાઓ એ જોર પકડયું છે. જે સભ્યો અંડરગ્રાઉંડ થયેલ છે તે સભ્યોને મનાવવા માટે પાર્ટી તરફથી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. નગરમાં ચાલતી વાતો મુજબ આ વખતે નારાજ થયેલ સભ્યો કોના સાથે મળીને કોને સત્તા સત્તાનું સુકાન સોંપે તે હાલ હાલ જાણી શકાતું નથી. પ્રમુખ ઉપપ્રમુખની મહત્વની ચૂંટણીમાં હાલ કોઈ પણ રાજકીય ગણિત બેસતું હોય તેમ લાગતું નથી. ઝાલોદ તાલુકા પંચાયતની ચૂંટણી 14 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. ઝાલોદ તાલુકા પંચાયતમાં કુલ 38 બેઠકો છે. જેમાં ભાજપ 26 , કોંગ્રેસ 10 , અપક્ષ 2 બેઠકો છે. 38 બેઠક ધરાવતું ઝાલોદ તાલુકા પંચાયતમાં બે સભ્યોના મરણ થયેલ હોવાથી 36 સભ્યો ચૂંટણીમાં ભાગ લેનાર છે. ભાજપના અમુક નારાજ સભ્યો અંડરગ્રાઉંડ થતાં તે લોકો કોને સાથ આપે છે અને કેવી રીતે સત્તાનું ચોખટું ગોઠવાય છે તે હાલ સ્પષ્ટ પણે જાણી શકાતું નથી. આ વખતે તાલુકા પંચાયતના પ્રમુખ માટે મહિલા અનામતની બેઠક છે જેથી સત્તાનું સમીકરણ કયા પક્ષ બાજુ ઢળે છે તે જોવાનું રહ્યું. કયો પક્ષ કોને પ્રમુખ ઉપપ્રમુખ પદનું મેન્ડેટ આપે છે તેના પર ચૂંટણીનું સમીકરણ ગોઠવાશે. ભાજપના અમુક સભ્યો જે અંડરગ્રાઉંડ થયેલ છે જો તે બીજા પક્ષને સમર્થન આપે તો ભાજપ પાર્ટીમાં સંકલનના અભાવને લઈ આંતરીક જૂથબંધી કે પ્રમુખ બનવાની લાલચમાં આ બધી ઘટનાઓ બની રહેલ છે તે હાલ જાણવું રસપ્રદ છે. ભાજપના અંડરગ્રાઉંડ થયેલ તાલુકા પંચાયત સભ્યોને ભાજપ પાર્ટી મનાવવામાં સફળ થશે કે કેમ તે આવનાર સમય જ બતાવશે…. આવનાર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ સત્તા જાળવી રાખશે કે કેમ….તે વિશે અનેક તર્કવિતર્ક નગરમાં ચર્ચાઈ રહ્યાં છે.