ઝાલોદ નગરમાં શ્રાવણ માસના છેલ્લા દિવસોમાં વિવિધ શિવાલયોની નયનરમ્ય ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરમાં શ્રાવણ માસના છેલ્લા દિવસોમાં વિવિધ શિવાલયોની નયનરમ્ય ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની
નગરના દરેક શિવાલયો રોજ ભક્તિમય પ્રોગ્રામનું આયોજન થકી ભક્તો શિવમય બન્યાં
શ્રાવણ માસને હવે પૂરો થવા હવે ગણતરીના દિવસો બાકી રહેલ છે. ભક્તો શિવજીને રીઝવવા અને મનાવવામાં તેમજ ભક્તિ પૂજા અર્ચના કરવામાં કોઈ કસર રાખી રહ્યા નથી. નગરના શિવાલયો દ્વારા વિવિધ ભક્તિ સભર પ્રોગ્રામો નગરના શિવ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. નગરના દરેક શિવાલયોમા નિત્ય શણગાર ભક્તોના મન જીતી રહ્યા છે. અમુક શિવાલયમાં ભક્તો જાતે ભક્તિ કરતા કરતા નીતનવી ઝાંખી બનાવતા જોવા મળી રહેલ છે. હાલતો નગરના શ્રાવણના અંતિમ ચરણમાં ભક્તો શિવજીને રીઝવવા તેમજ તેમની ભક્તિમાં તલ્લીન જોવા મળી રહેલ છે.

