પતિને જુગારમાં દેવું થઈ જતાં છાનીછુપી થી પત્નીના ચેકનો ઉપયોગ કર્યો, પરિણીતાએ ૪ લોકો સામે ફરીયાદ.
નરેશ ગનવાણી નડિયાદ
પતિને જુગારમાં દેવું થઈ જતાં છાનીછુપી થી પત્નીના ચેકનો ઉપયોગ કર્યો, પરિણીતાએ ૪ લોકો સામે ફરીયાદ નોંધાવી
કપડવંજના નવાગામા જુગારની લતે ચઢેલા પતિ સટ્ટા બજારમાં દેવું થઈ જતાં છાનીછુપી રીતે પત્નીના ચેકનો ઉપયોગ કર્યો અને ચેક બાઉન્સ થતાં પતિએ પત્નીની ધમકી આપી હતી. પરિણીતાએ ૪ લોકો સામે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કપડવંજ તાલુકાના મુળ નવાગામની અને હાલ કપડવંજમાં રહેતી ૪૫ વર્ષિય મહિલાના લગ્ન ૨૦૦૧મા સમાજના રીતી રીવાજ મુજબ થયા હતા. પતિ બેંકમાં નોકરી કરતા હોય દંપતી અમદાવાદ ખાતેના વસ્ત્રાલમાં સ્થાઈ થયું હતું. પરિણિતા પોતે ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે .પરિણીતાને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે દિકરી ૨૨ વર્ષની અને દિકરો ૧૮ વર્ષનો છે. દિકરાના જન્મ બાદ પતિ જુગારના રવાડે ચઢી ગયો હતો. આ જુગારની લત લાગતા ઘરમાં કંકાસ ચરમ સીમાએ પહોંચ્યો હતો. પતિ જુગાર રમતા સટ્ટા બજારમાં મોટી રકમ હારી જતાં પતિએ પરિચિતો પાસે હાથ ઉછીના નાણાં લીધા હતા પતિના માથે મોટુ દેવું થઈ ગયું હતું. જેથી અવારનવાર ઉછીના આપેલા નાણાં લોકો ઘરે સુધી લેવા આવતાં હતા. પતિએ કમાતી પોતાની પત્ની પાસે આ બાબતે નાણાં માંગતા પરીણિતાએ ના પાડી દીધી હતી. જેથી આ બાબતે પતિ અવારનવાર પોતાની પત્ની સાથે ઝઘડો કરી તેણીની સાથે મારઝુડ કરી ઘરની બહાર કાઢી મૂકતો હતો.પરંતુ બે સંતાનોનું ભવિષ્ય ખરાબ ન થાય તે હેતુસર પરીણિતા સમાધાન કરી મજબુરી વશ પોતાના પતિ સાથે રહેતી હતી. સાસુ ઘરકામ બાબતે તો બે નણંદો તેણીના પતિને ચઢામણી કરતા હતા. બે વખત ઘરની બહાર પરીણિતાને કાઢી મૂકી હતી. આમ છતા પીડીતા તમામ ત્રાસ સહન કરી પોતાની સાસરીમાં પાછી ફરી રહેતી હતી. ગત ૪ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ચેક બાઉન્સ થતાં તે બાબતે પરીણિતાના નામનું વોરન્ટ જારી થયું હતું. પરીણીતાએ તો કોઈને ચેક આપ્યો નહોતો જે બાબતે તેણીએ પોતાના પતિ, સાસુ અને બે નણંદોને પુછતા તો આ લોકોએ ઝઘડો કર્યો હતો. અને ચેક બાબતે કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પીડીતાએ ખાનગી રાહે તપાસ કરતાં તેણીનો સહી વાળો ચેક તેણીની જાણ બહાર પૈસા માગતા આવતા લોકોને પતિએ આપી દીધેલો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આ બાબતે પતિ માનતા ન હતા અને સતત તેણીની સાથે ઝઘડો કરતા હતા. જેથી કંટાળેલી પરીણિતાએ છેવટે કપડવંજ ટાઉન પોલીસમાં પોતાના જુગારીયા પતિ, સાસુ અને બે નણંદ સામે શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

