ઇલેકટ્રીક શોર્ટ સર્કીટને કારણે એક મકાનમાં આકસ્મીક રીતે આગ ભભુકી ઉઠતાં ઘર તથા ઘરમાં મૂકેલ તમામ ઘરવખરી સામાન
દાહોદ, તા.ર૪
લીમખેડા તાલુકાના ચેંડીયા ગામે ઇલેકટ્રીક શોર્ટ સર્કીટને કારણે એક મકાનમાં આકસ્મીક રીતે આગ ભભુકી ઉઠતાં ઘર તથા ઘરમાં મૂકેલ તમામ ઘરવખરી સામાન બળીને રાખ થઇ જતાં લાખોનું નુકશાન થવા પામ્યું હોવાનું જણવા મળેલ છે.
લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે પટેલ ફળીયામાં રહેતી વિધવા મહિલા રંગીબેન સબુરભાઇ પુનીયાભાઇ તડવીના ઘરમાં રાતના આઠેક વાગ્યાના સુમારે ઇલેકટ્રીક શોર્ટ સર્કીટથી આકસ્મીક રીતે આગ ભભુકી ઉઠતાં આગ ધીરે ધીરે પ્રચંડ રૂપ ધારણ કરી લેતાં આગમાં ઘર તેમજ ઘર વખરીનો તમામ સામાન અનાજ રોકડ કપડા વગેરે સંપૂર્ણ બળીને રાક થઇ જતાં લાખોનું નુકશાન થવા પામ્યું હતું
આ સંબંધે રંગીબેન સબુરભાઇ પુનીયાભાઇ તડવીએ લીમખેડા પોલિસ સ્ટેશને જાણ કરતાં પોલિસે આ સંદર્ભે આગ અંગેની જાણવા જાગ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.