સુખસર ગ્રામ પંચાયત સહિત ગ્રામજનો દ્વારા બે લાખ રૂપિયાનો મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેક અર્પણ કર્યો
સાગર પ્રજાપતિ
સુખસર,તા.૧૦
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારી સામે દેશ લડી રહ્યો છે.ત્યારે પોતાની ફરજ સમજી સુખસર ગ્રામ પંચાયત સહિત ગ્રામજનો દ્વારા આજરોજ બે લાખ રૂપિયાનો મુખ્યમંત્રી રાહત નિધિમા પોતાનો સ્વેચ્છિક ફાળો આપવામાં આવ્યો હોવાની જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ગુજરાતમાં કોરાનાના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે.તેમજ લોકડાઉનના આદેશ અપાતા પ્રજા તેનો અમલ પણ કરી રહી છે.છતાં પણ શંકાસ્પદ દર્દીઓ મળી રહ્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.તેમજ કોરોનાને પ્રસરતો અટકાવવા માટે સરકારી તંત્રો ખડે પગે કામ કરી રહ્યા છે.તેમજ કોરોના દર્દીઓમાં વધારો થાય નહીં તેના માટે તટસ્થ કામગીરી પણ કરવામાં આવી રહી છે.તેમજ કોરોનાના વાવરના લીધે ધંધા રોજગાર ઉપર માઠી અસર પડી છે. ત્યારે સરકાર પણ પ્રજાની પડખે ઉભી છે.અને પ્રજાને પ્રાથમિક જરૂરિયાતની ઊણપ વરતાય નહીં તેના માટે પણ તમામ પગલાં ભરાઇ રહ્યા છે.તેવા સમયે કેટલીક સંસ્થાઓ મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળો પણ આપી રહી છે. ભજન ત્યારે આજરોજ સુખસર ગ્રામ પંચાયત સહિત ગ્રામજનો પૈસા દ્વારા બે લાખ રૂપિયાનો મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળા રૂપે ચેક દ્વારા આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
#Dahod Sindhuday