ઉચ્ચતર માધ્યમિક શાળા,રાણીયાર દ્વારા હિન્દી કવિતા લેખન સ્પર્ધા યોજાઈ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
રાષ્ટ્રિય હિન્દી દિવસ નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર, દાહોદ તથા માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા,રાણીયાર દ્વારા હિન્દી કવિતા લેખન સ્પર્ધા યોજાઈ
આજ રોજ તારીખ 14/09/2023 ના રોજ રાષ્ટ્રિય હિન્દી દિવસ નિમિત્તે ભારત સરકાર ના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર, દાહોદ તથા માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા,રાણીયાર ના સંયુક્ત ઉપક્રમે હિન્દી દિવસ નિમિત્તે હિન્દી કવિતા લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યા માં ભાગ લીધો,આ સ્પર્ધા ના વિજેતા વિદ્યાર્થી મિત્રોને નેહરુ યુવા કેન્દ્ર વતી ઇનામ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ આ સંસ્થાના આચાર્ય જયેશ ભાઈ પટેલ દ્વરા હિન્દી દિવસ નું મહત્વ સમજાવ્યું હતું ભાષા મુગાં ને પણ ઝૂમાવી દે દેવી હોય છે. આપણી રાજ્ય ભાષા નું અવિરત પ્રચાર અને વિલૂપ ના થાય તે માટે હિન્દી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.આ કાર્યક્રમ માં શાળા ના આચાર્ય જયેશ ભાઈ પટેલ,બળવંત તગરિય,ડાંગી સાહેબ ,પ્રયાંક ભાઈ પટેલ ,અને નેહરુ યુવા કેન્દ્ર,દાહોદ ના રાષ્ટ્રિય સ્વયમ સેવક હિમાંશુ કુમાર લબાના ઉપસ્થિત રહ્યાં અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.