મહિલાના ગર્ભમા બાળક ઊંધું હોવા છતાં ૧૦૮ ના સભ્યોએ નોર્મલ ડિલિવરી કરાવી
નરેશ ગનવાણી નડિયાદ
મહિલાના ગર્ભમા બાળક ઊંધું હોવા છતાં ૧૦૮ ના સભ્યોએ નોર્મલ ડિલિવરી કરાવી
કપડવંજના રેલિયા ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવાને અદાજીના મુવાડામાંથી ડિલિવરી કેસનો કોલ આવ્યો હતો. જેમાં ૧૦૮ ના કર્મચારીઓ સ્થળ પર પહોંચી મહિલાના પેટમાં તપાસ કરતા બાળક ઉધુ હોવાની જાણ થઈ હતી. જેને લઇ ઇઆરસીપીના માર્ગદર્શનથી મહિલાને પોઝિશન અને ઓક્સિજન આપીને ૧૦૮ ના સભ્યોએ નોર્મલ ડિલિવરી કરાવી હતી. મંગળવારે બપોરના રોડ અદાજીના મુવાડા માંથી રેલિયા એમ્બ્યુલન્સ પર મહિલાની ડિલિવરી બાબતેનો ફોન આવ્યો હતો. જેને લઇ રેલીયા એમ્બ્યુલન્સ ઇએમટી મુકેશ સિંહ પરમાર અને પાયલોટ રવચંદભાઈ તાબડતોડ અદાજીના મુવાડા ગામ જવા નીકળી ગયા હતા. અને રસ્તામાં ઇએમટીએ દર્દી ના સગાને ફોન પર કામગીરીની માહિતી આપી દીધી હતી. તથા ગણતરીના સમયમાં તેઓ સ્થળે પણ પહોંચી ગયા હતા. જ્યાં દર્દી કિંજલબેન પરમાર ઉં. ૨૪ વર્ષ ને તપાસ દરમ્યાન બાળક ઊંધુ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ ઇએમટી દ્વારા તૈયારીમાંજ પોઝિશન અને ઓક્સિજન આપી તથા ઇઆરસીપીના માર્ગદર્શન પ્રમાણે કામગીરી કરી નોર્મલ ડિલિવરી કરાવી હતી. જેમાં હાલ માતા અને બાળક બંને સ્વસ્થ જણાયા હતા. ત્યારબાદ તેઓને કપડવંજ સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સલામત ડિલિવરી થતા દર્દી અને તેના સગા રાહત અનુભવી હતી. અને ૧૦૮ સ્ટાફ નો આભાર માન્યો હતો.