સુખસરમાં ગરીબ પરિવારોને રાશનની કીટ ફળવાઇ
સાગર પ્રજાપતિ
સુખસર તા.10
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આજરોજ મામલતદાર ફતેપુરા,સુખસર ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ કટારા કલ્પેશભાઈ પ્રજાપતિ કયુમ ભાઈ શીશલી સહિત ગામના સેવાભાવી લોકોએ આજરોજ રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારોને દાળ,ચોખા,ઘઉં,મીઠાની કીટ ફાળવવામાં આવી હતી. જેમાં ખાસ કરીને આઉટ સ્ટેટના સુખસર ખાતે વસવાટ કરી પેટિયું રળી ખાતા પરિવારોને આ કીટની ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલ સુધી ગરીબ પરિવારના રોજનું કમાઈને રોજ ખાનારા લોકોને તકલીફ ઉંચી હોઈ શકે પરંતુ લોક ડાઉનમા વધારો કરવામાં આવશેતો આવનારા દિવસો ગરીબ પરિવારો માટે કઠિન હશે તેમ પણ જણાઈ રહ્યું છે.
#sindhuuday dahod

