દાહોદ શહેરની એક રહેણાંક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો નો હાથફેરો.
અજય સાંસી દાહોદ
દાહોદ શહેરની એક રહેણાંક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ પોતાનો કસબ અજમાવી બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૩,૩૪,૫૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે
.દાહોદ શહેરના ચાકલીયા રોડ ખાતે આવેલ મેઘદુત સોસાયટીમાં રહેતાં પંકિલકુમાર અગ્રવાલના બંધ મકાનમાં ગત તા. ૧૨મી સપ્ટેમ્બરના રોજ અજાણ્યા ચોર ઈસમોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનના શેડ ઉપર ચઢી તસ્કરોએ પહેલાં માળે ગેલેરીના દરવાજાની જાળી સળીયા જેવા સાધનથીવાળી સ્ટોપર ખોલી મકાનમાં તસ્કરોએ પ્રવેશ કર્યાે હતો. મકાનમાં મુકી રાખેલ તિરોજીને તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૩,૩૪,૫૦૦ની મત્તાની તસ્કરોએ ચોરી કરી લઈ નાસી ગયાં હતાં.આ સંબંધે પંકિલકુમાર રમેશચંદ્ર અગ્રવાલે દાહોદ બી. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.