લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે.
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂ તથા બીયરનું કટીંગ કરી રહેલા ચાર જેટલા ઈસમો પોલીસને આવતાં જાેઈ નાસી જતાં પોલીસે ફોર વ્હીલર ગાડીનો કબજાે લઈ તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો રૂા. ૧,૩૨,૪૮૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૩,૩૨,૪૮૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે મેડી ફળિયામાં ઓચિંતો છાપો મારતાં તે સમયે ત્યાં અમીત દલસીંગભાઈ ભાભોર (રહે. માતવા, તા. ગરબાડા, જિ.દાહોદ), નિતીનભાઈ જંગલસીંગ તડવી (રહે. ચીલાકોટા, તા. લીમખેડા, જિ.દાહોદ તથા તેમની સાથે અન્ય બે જેટલા ઈસમો ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂ તથા બીયરના જથ્થાનું કટીંગ કરી રહ્યાં હતાં. આ દરમ્યાન પોલીસે ઓચિંતો છાપો મારતાં પોલીસને જાેઈ ઉપરોક્ત ચારેય જણા ટુ વ્હીલર ગાડી પર સવાર થઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ. ૩૧ જેમાં કુલ બોટલો નંગ. ૯૮૪ કિંમત રૂા.૧,૩૨,૪૮૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૩,૩૨,૪૮૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.