વજેલાવ સી.આર.સી માં આવેલ ભૂતવડ પ્રાથમિક શાળા ખાતે ચોમાસામાં પાકેલ નવીન પાક મકાઈ ની અનોખી રીતે ઉજવણી.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડા તાલુકાના વજેલાવ સી.આર.સી માં આવેલ ભૂતવડ પ્રાથમિક શાળા ખાતે ચોમાસામાં પાકેલ નવીન પાક મકાઈ ની અનોખી રીતે ઉજવણી કરી શાળા માં અભ્યાસ કરતા તમામ બાળકોને પોતાના ઘરે ખેતરમાંથી તૈયાર થયેલ મકાઈના ડોડા નંગ પાંચ મંગાવીને તેને છીણીને ભજીયા બનાવેલ એ ભજીયા શાળાના તમામ બાળકોને બપોરના ભોજન સાથે આપ્યા હતા .ભજીયા બનાવવા માટે શાળાના તમામ બાળકોને રીત શીખવાડવામાં આવી હતી .આ પ્રસંગે શાળાની શિક્ષિકા વર્ષા પટેલ, નીતા દરજી એ ભજીયા બનાવવામાં આગવીકોટા શુઝ દ્વારા મદદ કરી હતી. આ પ્રવૃત્તિ કરવા પાછળ શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાએ સમજાવ્યું કે શાળામાં સમાનતા કહેવાય ,ગરીબ બાળકોને નવીન ધાન નો સ્વાદ મળે ,સહયોગ, સહકાર ની ભાવના પેદા થાય તે આશ્રય હતો. બાળકોને ખૂબ જ આનંદિત અને ભાવવિભોર થઈ લાભ લીધો હતોપ્રકાશિત સાથે

