મહીસાગર નદીમાં ફરી એકવાર આત્મ હત્યાનો બનાવ બન્યો હોવાની આશંકા.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
દેગમડાં બ્રિજ પરથી પડી આત્મ હત્યા કરી હોવાની આશંકા; ચંપલ તથા બે મોબાઈલ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી
મહીસાગર નદીમાં ફરી એકવાર આત્મ હત્યાનો બનાવ બન્યો હોવાની આશંકા મહીસાગર જિલ્લાના દેગમડાં ગામ પાસેથી પસાર થતી મહી નદી કિનારે બ્રિજ પર યુવક યુવતીના ચંપલ તથા બે મોબાઈલ મળી આવ્યા છે. જેથી પ્રેમી યુગલોએ નદીમાં ઝંપલાવી આત્મ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ આસપાસમાં રહેતા સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. તેમજ પોલીસને જાણ થતાં મહીસાગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ તો બે પ્રેમી પંખીડાઓએ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા છે. ત્યારે પંદર દિવસમાં દેગમડાં મહીસાગર નદીના પુલ પર આ ફરી બીજી ઘટના બની છે. આગાઉ પણ પ્રેમી પંખીડા નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. ભારે શોધખોળ બાદ વારાફરથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પંદર જ દિવમાં ફરીવાર આવી ઘટના સામે આવી છે, પંરતુ હકીકત શુ માલુમ પડશે. છે તે તો તાપસ બાદ જ ખબર પડશે

