નડિયાદ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકો દ્વારા Biz Kids Bazaar ઇવેન્ટ નું આયોજન કરાયું.
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકો દ્વારા Biz Kids Bazaar ઇવેન્ટ નું આયોજન કરાયું.
નડિયાદ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ ૧ થી ૯ ના બાળકો દ્વારા તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ Biz Kids Bazaar ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું. આ ઇવેન્ટ “ઇન્ટીગ્રેટેડ ઇંગલિશ” ના ભાગ રૂપે આયોજન કર્યું હતું. જેમાં સ્ટુડન્ટ પોતાની કલા પ્રદર્શિત કરી સકે.જેમાં સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ આર્ટ અને તેમણે બનાવેલ કલાત્મક વસ્તુ ઓ પ્રદર્શન માં મૂકવામાં આવેલ. સ્કૂલ ના પ્રિન્સીપાલ ડોક્ટર યોગેશ જૈન દ્વારા જણાવેલ કે બાળકો માં રહેલ કાળા ને બહાર લાવવા માટે સ્કૂલ ના ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ એ આ ઇવેન્ટ ને સક્સેસ બનાવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે આર્ટ ઝોન, સેલ્ફી ઝોન, ફૂડ ઝોન, શોપિંગ ઝોન વગેરે આ ઇવેન્ટ માં વિદ્યાર્થી અને વાલી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. જેમાં સર્વ એ ખૂબ ઉત્સથી ભાગ લીધો. જેમાં પ્રદર્શન માટે ૮૦૦ ઉપરાંત વાલીઓ અને તેમાં પરિવાર ના સચિયો તેમજ ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ એ ઇવેન્ટ નો લાભ લીધો.
