નડિયાદના ગરનાળામાં ભરાયેલા પાણીમાં કાર ફસાઇ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના ગરનાળામાં ભરાયેલા પાણીમાં કાર નાખતા ફસાઇ ગઇ હતી શહેરના શ્રેયસ ગરનાળામાં રોંગ સાઈડે કાર નાખતા બંધ પડી જતાં ફસાઈ ગઈહતી. ક્રેઈનની મદદથી કારને બહારકાઢવામાં આવી છે. આ બનાવમાંકોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. નડિયાદમાં પડી રહેલા વરસાદ ના કારણે ગરનાળામાં પાણી ભરાઈ જતાં શહેર બે ભાગમાં વહેંચાયુ છે. પૂર્વથી પશ્ચિમ તરફનાભાગને જોડતો શ્રેયસ ગરનાળામાં પાણી ભરાઈ જતાં રવિવારે બપોરે ગરનાળામાંથી ગાડી નીકળી જશે તેમ સમજી બસ સ્ટેન્ડ તરફથી અમદાવાદના કાર ચાલકે રોંગ સાઈડએ ગાડી અંદર નાખી અને અધવચ્ચે કાર બંધ પડી ગઈ હતી. ત્યારબાદ કારમાં બેઠેલા બે વેક્તિઓ બહાર આવી ગયા પણ કાર પાણીમાં ફસાઇ ગઇ હતી.છેવટે ક્રેન મરફતે કારને બહારકાઢવામાં આવી હતી .આ બનાવમાંકોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.