ત્રણ દિવસ અગાઉ રોઝમ ગામે પાણીની ટાકીનુ સ્લેબ ઘરાસાઈ તથા જવાબદાર કંપની સામે પોલીસ ફરિયાદ.
નાઝીયા પઠાણ દાહોદ
દાહોદ તા.૧૭
દાહોદ તાલુકાના રોઝમ ગામના હોળી ફળિયામાં ત્રણ દિવસ પહેલા પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીના ટાંકાનો ત્રીજા માળે સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યો હતો અને ૧૫થી વધુ મજૂરો સ્લેબ ભરવાનું કામ કરી રહ્યા હતા તે સમયે સ્લેબ તૂટી પડતા સ્લેબ નીચે સાત મજૂરો દબાયા હતા જે દરમિયાન અન્ય કામ કરી રહેલા મજૂરોએ પાંચ જેટલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યાં હતાં જ્યારે બે મજૂરો સ્લેબ નીચે દબાઈ જતા તેઓના મોત નીપજ્યાંનો બનાવ બન્યો હતો. આ બનાવમાં મોટો ખુલાસો થવા પામ્યો છે જેમાં રાજકોટની કંપનીના જવાબદાર માણસોએ મજુરોને સેફ્ટીના સાધનો પુરા ન પાડતા હોવાની ફરિયાદ પાણી પુરવઠામાં નોકરી કરતાં કર્મચારીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ગત તા. ૧૪મી સપ્ટેમ્બરના રોજ સમી સાંજના સમયે ખરોદા ગામના ગામતળ ફળિયા તેમજ ડુંગરા ફળિયાના પંદરથી વધુ મજૂરો દાહોદ તાલુકાના રોઝમ ગામના હોળી ફળિયામાં પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીના ટાંકાનો ત્રીજા માળે સ્લેબ ભરી રહ્યા હતા જેમાં સાંજના પાંચ વાગ્યાના સુમારે સ્લેબ અચાનક તૂટતા ૧૫ પૈકી સાત જેટલા મજૂરો સ્લેબ નીચે દબાઈ જતા ચકચાર પછી જવા પામી હતી. ઉપરોક્ત બનાવની જાણ વાયુવેગે સ્થાનિક વહીવટી તંત્રને થતા દાહોદ ગ્રામ્ય પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ, તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ દરમિયાન મોટી સંખ્યામાં ભેગા થયેલા આસપાસના ગ્રામજનો તથા કામ કરી રહેલા અન્ય મજૂરોએ સાત પૈકી પાંચ જેટલા મજૂરોને હેમખેમ બહાર કાઢી ૧૦૮ મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ અન્ય બે મજૂરો સ્લેબની દબાયેલા હોવાથી દાહોદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તમામ સંસાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી વધુમાં બનાવ સંદર્ભે ૧૦૮ ની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા દાહોદ ડિવિઝનના એ. એસ.પી. કે. સિદ્ધાર્થ તથા ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઇ નયનસિંગ પરમાર તેમજ પોલીસ જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ બે કલાકની જહેમત બાદ સળિયા કાપી સ્લેબ નીચે દબાયેલા બંને મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યાં ૧૦૮ ની ટીમ દ્વારા તપાસ કરતા બંને મજૂરો મરણ પામેલા હોવાનું બહાર આવતા બંને મજૂરોના મૃતદેહોને પીએમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ઉપરોક્ત મજૂરોમાં મોતીભાઈ વાઘજીભાઈ નીનામા તેમજ ડુંગરા ફળિયાના કીલેશભાઈ સમેશભાઈ નીનામા મોતને ભેટ્યા છે જ્યારે ખરોદા ડુંગરા ફળિયાના દિનેશ સિંગા નીનામા, અનિલ તેરસિંગ નીનામા, અજીત ભરત નિનામા તેમજ અન્ય બે મજૂરો મળી પાંચ જેટલા ઇજાગ્રસ્તો દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.ઉપરોક્ત સમગ્ર બનાવમાં પાણી પુરવઠા યોજના વિભાગમાં ફરજ બજાવતાં છત્રસિંહ મોતીભાઈ ચારેલ દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં જણાવ્યું હતું કે, અંશ ઈન્ફાસ્ટ્રક્ટર રાડકોટ કંપનીના જવાબદાર માણસોએ મજુરોને ૧૨ મીટર ઉંચી પાણીની ટાંકી બનાવવા માટે ટાંકીનો બોટમ સ્લેબ ભરાઈનું કામ સેફ્ટીના સાધના ેવગર બેકરકારીથી મજુરોને કામ કરાવતાં સ્લેબ ભરતા હતાં તે વખતે સ્લેબ સેન્ટીગ સાથે તુટી પડ્યો હતો અને જેમાં ઉપરોક્ત મજુરો દબાઈ ગયાં હોવાની ફરિયાદ દાહોદ તાલુકા પોલીસ મથકે નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.-