દારૂ પીવા પૈસા નહીં આપતા પતિએ પત્નીને વાળ પકડી પછાડતા માથામાં ઈજા પહોંચી.
નરેશ ગનવાણી નડિયાદ
દારૂ પીવા પૈસા નહીં આપતા પતિએ પત્નીને વાળ પકડી પછાડતા માથામાં ઈજા પહોંચી
વસો તાલુકાના પીજ ગામે દારૂ પીવા પતિને પૈસા નહીં આપતા પતિએ ઘરમાં પત્નીને વાળ પકડી પછાડતા માથામાં ઈજા પહોંચી છે. આ બનાવ મામલે વસો પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ પાસે પીજ ગામે ચોખલીયાપુરા નગરીમા રહેતી પરીણિતાના લગ્ન ને ૧૨ વર્ષ થયા છે. પતિને દારૂ પીવાની આદત હતી અને પત્ની પર અવાર નવાર ત્રાસ ગુજારતો હતો. પતિએ ફિક્ઝ ડિપોઝિટ પાકી ગયા બાબતે અવારનવાર પોતાની પૈસાની જરૂર છે કહી પૈસા ઉપાડવા પત્ની પર દબાણ કરતો હતો. પરંતુ પત્નીએ પૈસા ઉપાડવાની ના પાડતા પતિ અવારનવાર ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. તેમજ પિયરમાંથી પૈસા લાવી આપવા માગણી કરતો હતો.ગઈકાલે પતિએ તળાવમાંથી મચ્છી કાઢી ઘરે આવી પત્ની પાસે દારૂ પીવા માટે પૈસાની માગણી કરી હતી ત્યારે પત્નીએ દારૂ પીવા પૈસા આપવાની ના પાડતા પતિ ગમે તેમ ગાળો બોલી ગડદા પાટુ માર માર્યો હતો. અને પત્નીના વાળ પકડી પછાડતા માથામાં ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે પત્નીએ પતિ વિરુદ્ધ વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.