ફતેપુરા તાલુકામાં આદિવાસી સુરક્ષા યાત્રા આવતા
પ્રવીણ કલાલ ફતેપુરા

ફતેપુરા તાલુકામાં આદિવાસી સુરક્ષા યાત્રા આવતા નગરજોને ઉત્સાહભેર આવકારી ક્રાંતિવીર બિરસા મુંડા ના ગામ ઉલીહાતુ થી નીકળેલી અને દેશના વિવિધ રાજ્યો જેવા કે ઝારખંડ છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્રના ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યમાં ફરીને આદિવાસી સુરક્ષા યાત્રા હાલ ફતેપુરા આવી પહોંચતા ફતેપુરાના નગરવાસીઓએ આ યાત્રાને ઉત્સાહભેર સ્વાગત કર્યું હતુ આ આદિવાસી યાત્રા 5000 થી 6000 કિલોમીટર અને 54 દિવસ સુધી ચાલનારી આ યાત્રાના લીડર રાજુભાઈ વળવાઈ ની અધ્યક્ષતામાં યાત્રાના ત્રણ સંદેશ દેશના આદિવાસીઓમાં વૈચારિક એકીકરણ સાંસ્કૃતિક શુદ્ધિકરણ તેમજ સામાજિક તથા રાજનૈતિક જાગૃતિ લાવા પર આદિવાસી સંહમત થતા દેખાય સાથે સાથે આદિવાસી આત્મા નિર્ભર પણ બને અને ખૂબ જ જરૂરી હોય આદિવાસી જીવનમાં વૈચારીક રીતે સંસ્કૃત રીતે સામાજિક રીતે અને ખાસ તો રાજકીય પક્ષોની ગુલામી છોડી રાજકીય રીતે પણ આત્મનિર્ભર બને આદિવાસી સમાજનુ પોતાનું પ્રભુત્વ સ્થાપવામાં આવે આદિવાસી સમુદાયનુ નેશનલ એલાયંસ તેમજ રાજનૈતિક દળો નું પણ નેશનલ એલાયંસ હોવું જોઈએ આવા વિવિધ વિષયો પર આદિવાસી એક થાય અને એકતા જળવાય તે માટે આદિવાસી એકતા યાત્રા કરવામાં આવી છે આ યાત્રામાં બિરસા મુંડા ના પૈત્રુક વતન થી માટી લાવીને તથા વિવિધ આદિવાસી ક્રાંતિકારીઓના વતનની માટી લાવીને સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બાલચીતરીયા ગામે 2 ઓક્ટોબર 2023 ના દિવસે સમાપન થશે આ સમાપન કાર્યમાં આદિવાસી સમુદાયના ઘર ઘર સુધી અવાજ બુલંદ થાય આદિવાસી સમાજ જાગૃત થાય તે માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છેપ્રવીણ કલાલ ફતેપુરા
