ડમ્પર ચાલકે કારને પાછળથી ટક્કર મારતાં કારમાં બેઠેલા બે વ્યક્તિઓના મોત.

નરેશ ગનવાણી નડિયાદ

ડમ્પર ચાલકે કારને પાછળથી ટક્કર મારતાં કારમાં બેઠેલા બે વ્યક્તિઓના મોત

મેનપુરા નજીકના અમદાવાદ- ઈન્દોર હાઈવે પર ઓવરટેક કરવા જતાં ડમ્પરે પસાર થતી ઈકો કારને પાછળ ટક્કર મારતાં ઈકો કાર પલ્ટી ખાત એક મહિલા સહિત બે વ્યકિતોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા છે. ગળતેશ્વર તાલુકાના મેનપુરા ગામ પાસેથી અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગઇ  અકસ્માત સર્જાયો છે. જેમાં  ડમ્પર ચાલકે ઓવરટેક કરવા જતાં ઈકો કાર ને પાછળના ભાગે ટક્કર મારતાં ઈકો કાર રોડ પરજ પલટી ખાઇ ગઇ હતી આ અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન છોડીને ભાગી થઈ ગયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલા પપ્પુભાઈ માવી અને તેમના સંબંધી બહેન એમ બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા આ બંને લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ તમામ લોકો મધ્યપ્રદેશના વતની છે અને મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્રના ગોંડલ જઈ રહ્યા હતા. આ બનાવ સંદર્ભે બાબુભાઈ વાસકેલની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!