સોમનાથ થી શરૂ થયેલ યાત્રા મહીસાગર જિલ્લામાં પહોંચી.
મહીસાગર જિલ્લામાં પહોંચી સોમનાથ થી શરૂ થયેલ યાત્રા:અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે ચાર ઝોનમાં યોજાનાર શિક્ષા યાત્રા 17/09/2023 થી સોમનાથથી શરૂ થયેલી યાત્રા મહીસાગર જિલ્લામાં આવી પહોંચી હતી. આ યાત્રાનું મહીસાગર જિલ્લાના શિક્ષકો દ્વારા બાઇક રેલી દ્વારા સ્વાગત કર્યું હતું. શિક્ષિકાઓએ શ્રીફળ કળશ સાથે યાત્રાના વધામણાં કરી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મંત્રી સતિષ પટેલ સહિતના આગેવાનોને કુમકુમ તિલકથી પરંપરાગત આવકાર આપ્યો હતો. ત્યારબાદ બાવન પાટીદાર સમાજઘરના હોલમાં શિક્ષા યાત્રા સભા યોજવામાં આવી હતી. જેમાં જૂની પેન્શન યોજના બહાલ કરાવવા માટે આંદોલનને વધુ પ્રખર બનાવવા હાકલ કરવામાં આવી અને આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરવામાં આવી જેને શિક્ષકોએ “વી વોન્ટ ઓપીએસ” “ ઓપીએસ લેકર રહેંગે” ના નારાઓ સાથે સભા ખંડ ગજવ્યો હતો. સમારંભમાં મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શશીકાંતભાઈ, મંત્રી મનસુખભાઈ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંઘના હોદ્દદારો, જિલ્લા કર્મચારી મહામંડળના હોદ્દેદારો, તાલુકા સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારો, મોટી સંખ્યામાં શશીકાંતભાઈ, મંત્રી મનસુખભાઈ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંઘના હોદ્દદારો, જિલ્લા કર્મચારી મહામંડળના હોદ્દેદારો, તાલુકા સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારો, મોટી સંખ્યામાં શિક્ષકો શિક્ષિકાઓ હાજર રહ્યા હતા.